જીવન એટલે શું?
સૌ પ્રથમ આપણા જીવનની શરૂઆત આપણા બાળપણથી થાય છે. જન્મ થાય ત્યારથી લઈને મૃત્યુ પામી ત્યાં સુધી હજારો સુખ દુઃખ આવે,પરંતુ આ દુનિયાની રીત અને ભાત બંને જુદાં છે.જેમ બધાના જીવનની રીત અલગ હોય છે. તેમ બધાની જીવનશૈલી અલગ જ હોય છે. ગમે તેટલા દુઃખ આવે પરંતુ માનવી પોતાના આ સમય દરમિયાન પોતે શું છે તેનું માર્ગદર્શન તે જાતે કરતો હોય છે. શું? બધાના જીવનના તબક્કા સમાન હોય છે. કોઈક ને કોઈક ચડતી પડતી બધાના આ જીવન રૂપી મહેલ માં આવે જ છે. તેનાથી મહેલના ટુકડા થાય છે કે તે મહેલ વધુ મજબૂત બને છે તે માનવીની વિચારધારામાં હોય છે. એટલે કે મહેલ રૂપી માનવી નું જીવન છે અને તેનું ચણતર માનવીના અનુભવ છે જેમ અનુભવથી પછડાટથી ઊભો થવાની હિંમત માનવીમાં હશે તો તે વધુ મજબૂત બનશે. નહિતર તેના ભયંકર પ્રભાવને કારણે મારૂ શું થશે? આ વિચારવામાં માનવી તે ચડતી પડતી નો સામનો કરવામાં નિષ્ફળ બને છે. માનવીનો આત્મવિશ્વાસ નબળો હોવાને કારણે તે તુટી જાય છે. પોતાનું આ મુશ્કેલીને કારણે પતન થઈ ગયું છે, એમ માની લે છે. કંઇક નવા વિચારો ની સાથે એક નવા દિવસની શરૂઆત થાય છે, વિચારો સકારાત્મક હશે ત...


